ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજીના જન્મદિવસને “સેવાના પર્વ” તરીકે ઉજવવામાં આવ્યો. વિવિધ જનસેવા અને વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા, જેમાં પરવડી ગૌશાળામાં ઘાસ વિતરણ, ગોધરા સિવિલ હોસ્પિટલમાં ફળ વિતરણ, શહેરમાં વૃક્ષારોપણ, પાંજરાપોળ ખાતે આધુનિક લાઇબ્રેરી અને પિકલ બૉલ કોર્ટનું લોકાર્પણ સામેલ રહ્યા. કનેલાવ પીકનીક પોઇન્ટ અને તળાવ પાસે સ્ટ્રીટ લાઇટનું પણ લોકાર્પણ કરાયું. જનસંપર્ક કાર્યાલય ખાતે નગરજનો અને આગેવાનો સાથે મુલાકાત યોજાઈ તેમજ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવા