ગોધરા: મુંબઈ-દિલ્હી રેલમાર્ગ પરના ગોધરા સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધામાં કરાયો વધારો, નવા પ્રવેશદ્વાર સહિતની સુવિધાઓનો પ્રારંભ
પશ્ચિમ રેલવે દ્વારા ગોધરા રેલવે સ્ટેશન પર નવા બીજા પ્રવેશદ્વારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ પ્રવેશદ્વારમાં પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, લિફ્ટ અને આધુનિક શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાગોળ ફાટક, બસ સ્ટેન્ડ અને ચર્ચ સર્કલ વિસ્તારમાં ચાલી રહેલા કામોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યામાં હવે મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને ભુરાવાવ અને સાંપા રોડ વિસ્તારના રહેવાસીઓ માટે આ ગેટ ખૂબ ઉપયોગી બનશે. નવા પ્રવેશદ