ખેડા: અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે પર હજારો લિટર તેલ ભરેલું ટેન્કર પલટ્યુ,આસપાસના લોકો તેલ ભરવા સ્થળ પર દોડી આવ્યા
Kheda, Kheda | Oct 16, 2025 ખેડા પાસે 32 તન જેટલું ઓઇલ ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું હતું. હજારો લિટર પામોલીન ઓઇલ ભરેલું ટેન્કર પલટી જતા રોડ પર તેલના રેલે રેલા જોવા મળ્યા હતા. જેની જાણ થતા આસપાસના સ્થાનિકો હાથમાં જે આવ્યું તે લઈને દોડી આવ્યા હતા અને જો જોતામાં હજારો લિટર તેલ ગ્રામજનોએ ભરી લીધું હતું. આ ટેન્કર ગાંધીધામ થી તેલ ભરીને જ્યારે નડિયાદ આવી રહ્યું હતું તે દરમિયાન રોડ પર ઢોર આવી જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને પલટી ગયું હતું.