ગોધરા: ૪.૨૦ કરોડના ડૉ. મુવાડા–છકડીયા-સામલી રોડનું કામ અઢી મહિના બાદ ફરી શરૂ
ગોધરા તાલુકામાં ડૉ. મુવાડા–છકડીયા-સામલી માર્ગનું રૂ. ૪.૨૦ કરોડનું કામ અઢી મહિના સુધી અધૂરું રહેતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જાન્યુઆરીમાં ડામર પાથર્યા બાદ કામ બંધ થયું હતું. ફરિયાદો બાદ ૧૯ એપ્રિલથી સાઈડ શોલ્ડર ભરવાની કામગીરી ફરી શરૂ થઈ છે. છતાં રિફ્લેક્ટર, રોડ માર્કિંગ, સાઈન બોર્ડ, ક્રેશ બેરિયર અને ડ્રેનેજ જેવી સુવિધાઓ બાકી હોવાથી માર્ગ જોખમી છે. કોન્ટ્રાક્ટરે કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવાની ખાતરી આપી છે, પરંતુ કામગીરીની ગતિ અને ગુણવત્તા પર હ