બેચરાજી: બહુચરાજીના ગામમાં વૃદ્ધ દંપતીને બંધક બનાવી દોઢ તોલા સોનાની ચોરી
બહુચરાજી તાલુકાના ગામમાં મધરાત્રિએ બે અજાણ્યા ઈસમોએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી દોઢ તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે. આ અંગે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને કોઈ જાણભેદુની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે.