ભાવનગર શહેર: રૂવા રોડ ગોકુલનગર વિસ્તારમાં અચાનક ગેસ સિલિન્ડરમાં આગ લાગતા ફાયર દ્વારા પાણી છાંટી કાબુ મેળવ્યો
Bhavnagar City, Bhavnagar | Apr 28, 2026
ભાવનગર શહેરના રૂવા રોડ ગોકુળનગર સોસાયટીમાં બની આગની ઘટના, શહેરના રૂવા રોડ વિસ્તારમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં એક રહેણાંકી મકાનમાં ગેસ સિલિન્ડરમાં લાગી આગ, રહેણાંકી મકાનમાં અચાનક ગેસ સિલિન્ડર સળગી ઉઠતા પરિવારજનો બહાર નીકળી ગયા, આગની ઘટનનાને પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા અને ફાયર વિભાગને જાણ કરાઈ, ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા ગેસ સિલિન્ડરની આગ પર કાબુ મેળવ્યો, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આગ લાગવાનું કારણ કે નુકશાની જાણવા મળી ન હતી.