સુરત: શહેરના સલાબતપુરા વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ વિવાદમાં આવ્યા છે. આંજણા વિસ્તારમાં લૂમ્સના ખાતામાં બનેલી એક દુર્ઘટનામાં મોતને ભેટનાર શ્રમિકના પરિવારે પોલીસ પર પંચનામાના કાગળો ફાડી નાખવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ન્યાયની માંગ સાથે પરિવારે સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દેતા મામલો ગરમાયો છે.મૃતક બ્રિજભૂષણ શુક્લા આંજણા વિસ્તારમાં આવેલ એક લૂમ્સના ખાતામાં મજૂરી કામ કરતા હતા.