ગોધરા: ગોધરા રેલવે પાર્સલ કાર્યાલય બંધ થતાં વેપારીઓ મુશ્કેલીમાં: આઝાદીથી કાર્યરત સેવા બંધ થતા સાંસદને રજૂઆત, ઉકેલની ખાતરી
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા રેલવે સ્ટેશન ખાતે આઝાદી ના સમય થી કાર્યરત પાર્સલ કાર્યાલયને અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રેલવે તંત્રના આ નિર્ણયને કારણે રોજબરોજ ટ્રેન મારફતે માલસામાનની હેરફેર કરતા નાના-મોટા વેપારીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોધરા રેલવે સ્ટેશનના પાર્સલ બુકિંગ વિભાગ પર તાળા લાગી જતાં સ્થાનિક રોજગાર અને વેપારને મોટો ફટકો પડ્યો છે. ગોધરા અને તેની આસપાસના વિસ્તારોમાંથી