ગોધરા: જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાન યોજાયું
પંચમહાલ જિલ્લોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફરજ પર રહેલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, જે બે દિવસ ચાલશે. ગોધરા પ્રાંત કચેરીમાં નગરપાલિકા અને સરકારી પોલીટેકનિક કોલેજમાં જિલ્લા તથા તાલુકા પંચાયત માટે મતદાન થઈ રહ્યું છે. મહેસુલ, પોલીસ, હોમગાર્ડ અને શિક્ષણ વિભાગના 800થી વધુ કર્મચારીઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની 38, તાલુકા પંચાયતની 174, ગોધરા નગરપાલિકાની 44 અને શહેરા નગરપાલ