મુન્દ્રા: મુંદરા પાસેની કંપનીના સ્ટોરબહારથી ૧૮ લાખના સામાનની ચોરી
Mundra, Kutch | Apr 10, 2026 મુંદરા પાસેની કંપનીના સ્ટોરબહારથી ૧૮ લાખના સામાનની ચોરી મુંદરાના ટુંડાવાંઢ પાસે આવેલી એક્વાકેટ સિસ્ટમ્સ એશિયા પ્રા. લિ. કંપનીમાં ચોરીની મોટી ઘટના બની છે. કંપનીના સ્ટોર પાસે ખુલ્લી જગ્યામાં રાખેલા રૂા. ૧૭.૯૯ લાખની કિંમતના વાલ્વ, કોપર વાયર અને મોટર સહિતના સામાનની અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા છે. આ મામલે મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.