॥ પ્રેસ નોટ ॥ ભુજની ધરતી પરથી NSUI નો હુંકાર : 'ડ્રગ્સ મુક્ત કેમ્પસ' અભિયાન અંતર્ગત શૈક્ષણિક સંકુલોમાં જાગૃતિની જ્વાળા પ્રગટી! ભુજ, કચ્છ: કચ્છના યુવાધનને નશાના રાક્ષસથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોને સુરક્ષિત બનાવવાના મક્કમ નિર્ધાર સાથે આજે NSUI દ્વારા ભુજની વિવિધ કોલેજોમાં "NSUI નો સંકલ્પ: ડ્રગ્સ મુક્ત કેમ્પસ" મહા-અભિયાન અંતર્ગત જોરદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આજે ભુજની જે. બી. ઠક્કર કોમર્સ કોલેજ, ગવર્મેન્ટ પોલિટેકનિક ડિપ્લોમા કોલેજ