અંકલેશ્વર: શહેરમાં બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસ દ્વારા અન્ન ત્યાગ કરી પાલિકા કચેરી બહાર આંદોલન કરતા કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કર
અંકલેશ્વરના ઓ.એન.જી.સી.થી ભરુચી નાકા સુધીના બિસ્માર માર્ગ બનાવવા મુદ્દે કોંગ્રેસ દ્વારા અન્ન ત્યાગની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસી નેતાઓએ પાલિકા કચેરી બહાર અન્ન ત્યાગ કરી આંદોલન કરતા પોલીસે તેઓને આજે બપોરના અરસામાં ડિટેઇન કર્યા હતા.તે દરમિયાન આજે ત્રીજા દિવસે સફાઈ કામદારો રોડ ઉપર મુકવામાં આવ્યા છે.ભાજપમાં આંતરિક દખાને લઈ અંકલેશ્વર પાલિકાના પ્રમુખ સાથે અણબનાવ બન્યો હોવાથી માર્ગ બનાવવાની કામગીરી અટકી પડી હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા.