હાંસોટ: હાંસોટ તાલુકાના અલ્વા ગામ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો
Hansot, Bharuch | Sep 15, 2025 હાંસોટ તાલુકાના અલ્વા ગામ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા તેને ઇજાઓ પહોંચી હતી. સુરત-અંકલેશ્વર સ્ટેટ હાઇવે ઉપર અકસ્માતની ઘટનો સામે આવી રહી છે.ત્યારે આજે સાંજના સમયે હાંસોટ તાલુકાના અલ્વા ગામ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહદારીને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.