કડી: કડી તાલુકાના રંગપુરડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ માંથી માથાના ભાગે ઈજાઓનાં નિશાન વાળો મૃતદેહ મળી આવતા ચકચાર
Kadi, Mahesana | Sep 14, 2025 કડી તાલુકામાં થી પસાર થતી નર્મદાની બે મુખ્ય શાખાઓ કચ્છ અને સૌરાષ્ટ્ર પસાર થાય છે.જેમાં અવાર-નવાર મૃતદેહ મળી આવતા હોય છે.ત્યારે આજે 14 સપ્ટેમ્બર ના રોજ કડી તાલુકાના રંગપુરડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માંથી મૃતદેહ મળી આવ્યો હતો.સ્થાનિક લોકોએ કેનાલમાં મૃતદેહ તરતો જોતા કડી પોલીસને જાણ કરી હતી.કડી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.પ્રાથમિક તપાસમાં મૃતકના માથાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે.