ગોધરા: ગોધરાના અગ્નિવીર હર્ષ ત્રિલોકચંદાણીનું ભવ્ય સ્વાગત: સ્વાગત રેલી યોજાઈ, સિંધી સમાજમાં ભારે ઉત્સાહ
ભારત સરકારની અગ્નિવીર યોજના હેઠળ તાલીમ દરમિયાન ગોલ્ડ મેડલ અને "BEST IN FC" નો ખિતાબ મેળવનાર ગોધરાના યુવાન હર્ષ રાજેશ ત્રિલોકચંદાણીના સન્માનમાં ૧ જૂનના રોજ ભવ્ય સ્વાગત રેલી યોજાઈ હતી. અગ્નિવીર તરીકે દેશસેવામાં જોડાનાર હર્ષે સમગ્ર સિંધી સમાજ અને ગોધરાનું નામ રોશન કર્યું છે. રેલી દરમિયાન સરદારનગર ખાંચા ખાતે 'સિંધિ યુવા સેવા સંગઠન' દ્વારા પુષ્પમાળા અને શાલ ઓઢાડી તેમનું સન્માન કરાયું હતું. બહાર્પુરા ઝૂલેલાલ ધર્મશાળા અને સ્વામી લીલાશાહ કુટિયા ખાતે પણ અ