ગોધરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમા પોલીસનું ફૂટપેટ્રોલિંગ
#Panchmahal_police
#Godhra
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ગોધરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ યોજાયું. ડીવાયએસપી બિન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ આર.એમ. વસૈયા અને બી ડિવિઝન પીઆઈ એચ.બી. ગામીતી સહિત પોલીસ સ્ટાફે શહેરના સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કર્યું. પોલીસે લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરી તેમજ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે જાગૃતિ ફેલાવી.