ગોધરા: વોર્ડ નં. 7 માં દૂષિત પાણી: મોહમ્મદી મહોલ્લાના રહીશો ત્રાહિમામ, છેલ્લા બે વર્ષથી પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી
ગોધરાના વોર્ડ નં. 7 માં દૂષિત પાણી: મોહમ્મદી મહોલ્લાના રહીશો ત્રાહિમામ, છેલ્લા બે વર્ષથી પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી આવી રહ્યું હોવાનો સ્થાનિકો નો આક્ષેપ ગોધરા શહેરના વોર્ડ નંબર 7 માં આવેલ મોહમ્મદી મહોલ્લા વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીં પીવાના પાણીની લાઈનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો ના આક્ષેપ પ્રમાણે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા