ભચાઉ: ચોપડવા રેલવે બ્રિજ પાસે જુગાર રમતા 6 ખેલીઓને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યા
Bhachau, Kutch | Sep 29, 2025 ભચાઉ તાલુકાના ચોપડવા નજીક રેલવે બ્રિજ નજીક નદીના વોકળા પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમી રહ્યા છે. ત્યારે ભચાઉ પોલીસે રેડ દરમિયાન આરોપી કોરશી સંઘાર, રાહુલ મણકા, હરી જેર, મુકેશ કોલી, હરેશ ચાવડા, કાના વેદ સહીત આરોપીઓ પાસેથી કુલ 20 હજાર 500 રૂપિયા રોકડ રકમ જ્યારે મોબાઇલ સહીત કુલ 70 હજારથી વધુનો મુદામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.