અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકની હદમાંથી મહિલા અને તેની 4 વર્ષની પુત્રી ગુમ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકની હદમાંથી મહિલા અને તેની 4 વર્ષની પુત્રી ગુમ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની હદમાં રહેતા આશીષકુમાર યાદવ ની પત્ની સંગીતા દેવી યાદવ તેની 4 વર્ષીય પ્રીતિકુમારી સાથે ગત તારીખ-12મી ઓક્ટોબરના રોજ કંઈપણ કહ્યા વિના ઘરેથી ગુમ થતા પતિએ ભારે શોધખોળ કરતા મળી નહીં આવતા પતિએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે તેઓની ગુમની ફરિયાદ નોંધાવી છે.