ભુજ: કુનરીયા ગામના ભુરાભાઈને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત શૌચાલયના બાંધકામ માટે મળી આર્થિક સહાય
Bhuj, Kutch | Oct 15, 2025 કચ્છમાં 'વિકાસ સપ્તાહ' અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારની અનેકવિધ યોજનાના લાભાર્થી બનીને ગરીબ મધ્યમવર્ગીય નાગરિકો વિકાસયાત્રામાં સહભાગી બની રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “હર ઘર શૌચાલય”ની યોજનાના ભુજ તાલુકાના કુનરીયા ગામના લાભાર્થી ભુરાભાઈ કેરાસીયાના જીવનમાં આ યોજનાના કારણે અનેક હકારાત્મક પરિવર્તનો આવ્યા છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતાની ઝુંબેશ ચલાવી સાથે જ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા હર ઘર શૌચાલય પહેલ શરૂ કરી હતી.