ભુજ: ભુજમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, સાંસદ વિનોદભાઈ ચાવડા જોડાયા
Bhuj, Kutch | Jun 28, 2026 ભુજ ખાતે સાર્વજનિક કુમાર છાત્રાલયમાં “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વિનોદભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત આગેવાનો અને નાગરિકો સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની અપીલ કરી.