ગોધરા: બાહી ગામે 19 વર્ષીય યુવાનનું છત પરથી પટકાતા મોત: વરસાદથી ઘર બચાવવા પ્લાસ્ટિક ઢાંકતી વખતે બની ઘટના
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામે એક કરુણ ઘટના સામે આવી છે. ચોમાસાની શરૂઆતમાં પોતાના ઘરને વરસાદી પાણીથી બચાવવા માટે મકાનની છત પર પ્લાસ્ટિક ઢાંકવા ચઢેલા એક ૧૯ વર્ષના આશાસ્પદ યુવાનનું નીચે પટકાઈ જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. બાહી ગામે રહેતા ૧૯ વર્ષીય યુવાન ઉમેશકુમાર વશરામભાઈ વણકર પોતાના કાચા મકાનમાં રહેતા હતા. હાલમાં વરસી રહેલા વરસાદ