ખંભાત: સલાટવાડાના ટેકરા પરથી વરલી મટકાનો જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા.
આણંદ LCB પોલીસને માહિતી મળી હતી કે, ખંભાત શહેરના સલાટવાડા ટેકરા ઉપર વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જેથી પોલીસે છાપો મારતા ત્રણ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા.અંગજડતી અને દાવ પરથી 18,150 રૂપિયા મળી આવ્યા હતા.જે પોલીસે જપ્ત કરીને 3 શખ્સોના નામઠામ પૂછતાં માજીદખાન ઉર્ફે માંજરો યાસીનભાઈ મલેક, વાહીદ યુસુફભાઈ મલેક, અને મુકેશ કાંતિભાઈ ગોહેલ હોવાનું જણાવ્યું હતું.