મોડાસા: જિલ્લા SOG ની ટીમે વાંકાનેર GIDCમુકામેથી ગેરકાયદેસર અને લાયસન્સ વગરની દેશી બંદુક સાથે એક ઇસમને દબોચ્યો.
અરવલ્લી જિલ્લા SOG પોલીસની ટીમે ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના વાંકાનેર જી.આઇ.ડી.સી. મુકામેથી ગેરકાયદેસર અને લાયસન્સ વગરની દેશી બનાવટની એક નાળ વાળી બંદુક સાથે એક ઇસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવહી હાથ ધરી હોવાની આજરોજ પ્રેસ માહિતી પ્રાપ્ત થઈ હતી.