ગોધરા: મેડિકલ કોલેજ માન્ય 400 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલમાં હાલ પાણીની ભારે અછત સર્જાઈ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી અને મેડિકલ કોલેજ માન્ય 400 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલમાં હાલ પાણીની ભારે અછત સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલમાં માત્ર પંચમહાલ જ નહીં, પરંતુ આસપાસના દાહોદ અને મહીસાગર જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના હજારો દર્દીઓ રોજ સારવાર માટે આવે છે. ત્યારે પાણીની આ તંગીના કારણે દર્દીઓ અને તેમના સગાંઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓને પડતી આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસન તાત્