ખંભાત: પંથકમાં પાક નુકશાની અંગે ચાલી રહેલ સર્વેની કામગીરી બાબતે નાયબ કલેકટરે નિરીક્ષણ કર્યું.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકશાન થયું છે.જે બાબતે સર્વેની કામગીરી કરી વળતર ચૂકવવા ધારાસભ્યો સહીત સરપંચોએ રજુઆતો પણ કરી છે.જેના અનુંસંધાને સરકાર દ્વારા સ્થાનિક તંત્રને સર્વેની કામગીરી કરવા આદેશ પણ કરાયા હતા. જેમાં અધિકારીઓના હુકમોનુસાર, ફરજ સ્થળના ગામડાઓમાં ગ્રામ સેવકો દ્વારા પૂરજોશમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.જે બાબતે નાયબ કલેકટર કુંજલ શાહે કાળી તલાવડી ગામે નિરીક્ષણ કર્યું હતું.