ભાવનગર: પેરોલ ફર્લો સ્ક્વોડની કાર્યવાહી ૩ વર્ષથી નાસતો ફરતો આરોપીને વરતેજ ચોકડીએથી ઝડપી લીધો
ભાવનગર પોલીસના પેરોલ ફર્લો સ્ક્વોડે ત્રણ વર્ષથી નાસતા ફરતા ઘરફોડ ચોરીના આરોપી કિશનભાઈ સમરસિંધ મોહનિયા (રહે. સંજોય ગામ, તા.ધાનપુર, જી.દાહોદ)ને વરતેજ ચોકડી રોડ પરથી ઝડપી પાડ્યો. આરોપી વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં ગુન્હો નોંધાયેલ હતો.