ઓખામંડળ: સુરજકરાડીમાં એક હાર્ડવેરની દુકાનમાં આગ લાગતા ભારે દોડધામ
સુરજકરાડીમાં એક હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકતા ભારે દોડધામ મચી જવા પામી હતી.આગના આ બનાવની જાણ થતા ઓખા નગરપાલિકા તથા ટાટા કેમિકલ્સની ફાયર બ્રિગેડ ટીમો દોડી ગઇ હતી અને ભારે જહેમતના અંતે આગને બુઝાવી હતી. સુરજકરાડીમાં ગૌશાળા નજીક આવેલી આકાશ હાર્ડવેર નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તુરંત જ ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો લગભગ એક-દોઢ કલાકની ભારે જહેમત બાદ આગપર કાબુ મેળવાયો