નીલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે પોસ્કોના આરોપીને ઝડપી લીધો .બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર સગીરાની માતા દ્વારા ચિત્રા વિસ્તારમાં રહેતા ધર્મેશ રમેશભાઈ ચુડાસમા સામે પોસ્કો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો જેને લઈને પોલીસે આ ઈસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.