વઢવાણ: સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના લાયસન્સ ધારકોની હડતાલની ચીમકી – 1 નવેમ્બરથી બંધ રહેશે FPS દુકાનો
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી વિતરણ વ્યવસ્થામાં કામ કરતા કુલ 519 દિનદયાલ ઉપાધ્યાય સસ્તા અનાજના લાયસન્સ ધારકો દ્વારા 1 નવેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેકટર ને તમામ દુકાનદારો એકઠા થઈ આવેદનપત્ર પાઠવી સત્તાવાર રીતે હડતાલની જાહેરાત કરશે.