ગોધરા: નગરપાલિકામાં 'આપ'ની એન્ટ્રી:* 11 વોર્ડમાં 32 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જિલ્લા મહામંત્રીની વોર્ડ-8માંથી ઉમેદવારી
ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ પ્રવેશ કર્યો છે. પાર્ટીએ તમામ 11 વોર્ડમાં કુલ 32 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. ગોધરા નગરપાલિકામાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જોવા મળતો હતો, પરંતુ આ વખતે AAPની મજબૂત એન્ટ્રીથી સ્પર્ધા વધુ રસપ્રદ બની છે.