મહુધા બાર એસોસિએશન ના વર્ષ 2026 માટેના હોદ્દેદારોની ચૂંટણી 19 ડિસેમ્બર 2025ના રોજ યોજાઈ હતી.આ ચૂંટણીમાં નરેન્દ્રસિંહ.બી.ચૌહાણ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. પ્રમુખપદ માટે કુલ 72 સભ્યોમાંથી 69 સભ્યોએ મતદાન કર્યું હતું. નરેન્દ્રસિંહ .બી.ચૌહાણ ને 44 મત મળ્યા હતા. જ્યારે તેમના હરીફ ઉમેદવાર એ.બી. કલ્યાણીને 23 મત મળ્યા હતા. ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ.આર. સોલંકી બિનહરીફ ચૂંટાયા છે.તેવી જ રીતે ,પ્રતિક.એચ.દેસાઈ સેક્રેટરી તરીકે બિનહરીફ ચૂંટાયા છે.