આણંદ શહેર: સીવીએમ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) મુજબ વિવિધ 15 ઇન્ડસ્ટ્રી સાથે એમઓયુ
17 ઓક્ટોબરના રોજ સીવીએમ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભીખુભાઈ બી. પટેલ, ચારુતર વિદ્યામંડળના ઉપ-પ્રમુખ શ્રી મનીષ એસ. પટેલ, માનદ મંત્રીશ્રી ડો. એસ.જી. પટેલ, માનનીય સહ મંત્રીઓ, શ્રી મેહુલ ડી. પટેલ, શ્રી આર. સી. તલાટી, શ્રી વિશાલ એચ. પટેલ, પ્રોવોસ્ટ પ્રોફેસર (ડો.) ઇન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર (ડૉ.) સંદીપ વાલિયાના માર્ગદર્શનથી વિવિધ 15 ઇન્ડસ્ટ્રી સાથે એમઓયુ કરાયા હતા.