તાલાળા: તાલાલામાં સ્વદેશી મેળાનું આયોજન, ૨૩ થી ૨૯ તારીખ સુધી રહેશે ખુલ્લો
ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત તાલાલાના મિલ કમ્પાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનો પ્રારંભ થયો છે. આ મેળો ૨૩ થી ૨૯ તારીખ સુધી ચાલશે, જેનું લોકાર્પણ આજે ભાજપના આગેવાનો અને નગરપાલિકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.