તારાપુર સોજીત્રા રોડ ઉપર ગત 19મી નવેમ્બરના રોજ અજાણ્યા વાહન ચાલકે રોડની સાઈડમાં પોતાનું વાહન પાર્ક કરી ઉભેલ યુવાન તુષાર સુરેશભાઈ દંતાણી (ઉ.વ.૧૯)ને બેફીકરાઈથી અને ગફલતભરી રીતે બેફામ વાહન હંકારી ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.ગુનામાં સંડોવાયેલ અકસ્માત વાળી ગાડી નંબર GJ 16 CB 9143 જપ્ત કરવામાં આવી હતી અને આરોપી મિત ધર્મેન્દ્રકુમાર ગુર્જર (રહે. વાઘપરા, દુમલા, રેલવે ફાટક પાસે તા.ઝગડીયા, જી. ભરૂચ) ની ધરપકડ કરી છે.