ભાવનગર શહેર: શહેરમાં બે મહિના સુધી પાણીની સમસ્યા નહી સર્જાઈ, મનપા કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 13, 2026
રાજ્યના અનેક જિલ્લાઓમાં ઉનાળાની આકરા ગરમી વચ્ચે પાણીના સ્ત્રોતો સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે ભાવનગર શહેર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના સુનિયોજિત પાણી વ્યવસ્થાપન અને આગોતરા આયોજનના કારણે શહેરમાં પીવાના પાણીની કોઈ ગંભીર સમસ્યા ઉભી થઈ નથી. જે અંગે ચેરમેન અને અધિકારીએ કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.