લીલીયા: ગુજરાત સરકારે જાહેર કર્યું રૂ.૧૦,૦૦૦ કરોડનું ઐતિહાસિક પેકેજ!" લીલીયાના ધારાસભ્ય શ્રી કસવાલા રાજ્ય સરકારનો માન્યો આભાર
Lilia, Amreli | Nov 8, 2025 કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન સામે ગુજરાત સરકારે ખેડૂતોને સહાયરૂપ રૂપે ₹૧૦,૦૦૦ કરોડનું વિશાળ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ નિર્ણયથી લાખો ખેડૂતોને નવો આશાવાદ અને સહારો મળશે.લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાલાએ આજે સોશિયલ મીડિયા મારફતે બપોરે 12:00 કલાકે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં અડગ રહી છે.