ગોધરા: ગુજરાતમાં ખ્રિસ્તી સમુદાય માટે વિશેષ લઘુમતી અનામત આપવા પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસની રાજ્યપાલને રજૂઆત
પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ માઈકલ એન. જોસેફ દ્વારા ગુજરાતના રાજ્યપાલને પત્ર લખીને ખ્રિસ્તી સમુદાય માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં વિશેષ લઘુમતી અનામત ફાળવવાની માંગ કરવામાં આવી છે. પત્ર અનુસાર, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં ખ્રિસ્તીઓની વસ્તી માત્ર 0.5 ટકા હોવાથી તેઓ શૈક્ષણિક અને સામાજિક પડકારોનો સામનો કરી રહ્યા છે. બંધારણીય માન્યતા છતાં પૂરતા લાભો ન મળતા હોવાથી યુવાનો રોજગારીની તકો ગુમાવે છે. આથી વિશેષ કોટા, શિષ્યવૃત્તિ અને પ્રોત