લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જોગસ પાર્ક નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | May 10, 2026
ભાવનગર લોકલ ક્રાઈમમી ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે જોગસ પાર્ક નજીક વોચ ગોઠવી તપાસ કરતા રાજસ્થાનના બે શખ્સો મળી આવ્યા હતા. તેઓ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બન્નેને ઝડપી લઈ વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.