ઈરાન અને અમેરિકા- ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે દુબઈમાં પરિસ્થિતિ ગંભીર બની છે..આ પરિસ્થિતિ વચ્ચે ભાવનગર શહેરમાં રહેતા અજયભાઈ જનકભાઈ બાંભણિયા નામના વ્યક્તિ દુબઈમાં ફસાયા છે. અજયભાઈ બાંભણિયા ભાવનગર થી દુબઈ નોકરી કરવા માટે ગયેલા છે હાલની પરિસ્થિતિમાં તેઓ ત્યાં ફસાયા છે. અજયભાઈ બાંભણિયાની તમામ માહિતી ભાવનગર ડિઝાસ્ટર વિભાગને આપવામાં આવી છે. પરિવારજનોએ પરત લાવવા સરકાર મદદ કરે તેવી માંગ કરી છે.