ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસમથકના રાયોટીંગ કેસમાં વોન્ટેડ મુખ્યસુત્રધાર ઝાકીર ઝભાને LCB અને SOGએ ભીવંડીમાંથી ઝડપી પાડ્યો
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના ચર્ચાસ્પદ રાયોટિંગ કેસનો મુખ્ય સૂત્રધાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝાકીર અહેમદ ઝભાને SOG અને LCBની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રના ભીવંડીથી ઝડપી પાડ્યો. બાતમીના આધારે પોલીસે રેઇડ કરીને 6 મહિનાથી ફરાર આરોપીને કાબૂમાં લીધો. આરોપી દ્વારા પોલીસ પર મારામારીના ખોટા આક્ષેપ સાથે વીડિયો વાયરલ કરી લોકોને ઉશ્કેરાતા પોલીસ મથકે પથ્થરમારો થયો હતો. ઘટનામાં 400થી વધુ લોકો સામે ગુનો નોંધાયો હતો. આરોપીના રિમાન્ડ માટે કાર્યવાહી ચાલુ છ