ગોધરા: આચારસંહિતાનો અમલ: નગર પાલિકા તંત્ર દ્વારા સરકારી યોજના ના બોર્ડ-બેનરો દૂર કરાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર પંથકમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જેના ભાગરૂપે ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસારના બોર્ડ, બેનરો અને ભીંતચિત્રો દૂર કરવાની કામગીરી ગોધરા નગરપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ પડતા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બ