અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધ જેવી પરિસ્થિતિના પડઘા હવે ગુજરાત સુધી સંભળાઈ રહ્યા છે. આણંદની 63 વર્ષીય મહિલા કુવૈત એરપોર્ટ પર ફસાયા હોવાની માહિતી સામે આવી છે. અમેરિકા પરત જતા દરમ્યાન તેમનો ટ્રાન્ઝિટ કુવૈતમાં હતો, પરંતુ અચાનક સર્જાયેલી પરિસ્થિતિને કારણે તેઓ હાલ ત્યાં અટવાઈ ગયા છે. પરિવાર દ્વારા સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરવામાં આવી છે