ગોધરા: પંચમહાલ એસઓજી પોલીસે પ્રોહીબીશન કેસના વોન્ટેડ આરોપીને કાંટુ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો
પંચમહાલ એસઓજી પોલીસે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની કામગીરી દરમિયાન પ્રોહીબીશન કેસના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. બાતમીના આધારે ઘોઘંબા તાલુકાના કાંટુ ચોકડી વિસ્તારમાં દરોડો પાડી રાજગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ રાહુલ ટેટાભાઈ બારીઆની ધરપકડ કરવામાં આવી. આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે દામાવાવ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.