તારાપુર: પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેચાણ કરતા વેપારીઓ સામે પાલિકાની લાલ આંખ, 1200નો દંડ વસુલાયો
Tarapur, Anand | Jun 11, 2026 તારાપુર નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 60 GSMથી ઓછી જાડાઈ ધરાવતા અને સરકાર દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલા પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ ઝડપાયા હતા.નિયમ ભંગ કરનારાઓ પાસેથી કુલ ₹1200નો દંડ વસૂલવામાં આવ્યો છે.અને 61 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.