બેચરાજી: બેચરાજીના કનોડામાં યોજાયો આંગણ મિલન ઉત્સવ, બાળકોનું કરાયું સન્માન
બેચરાજીના કનોડા આંગણવાડી કેન્દ્ર ખાતે ધારાસભ્ય ડો. સુખાજી ઠાકોરની ઉપસ્થિતિમાં આંગણ મિલન સેવા ઉત્સવ ઉજવાયો. કાર્યક્રમમાં બાળકોને પૌષ્ટિક આહારનું વિતરણ, પોષણ ચેમ્પિયનોનું સન્માન અને આંગણવાડી કાર્યકરોનું બહુમાન કરવામાં આવ્યું હતું.