જાંબુઆ જકાતનાકા પાસેથી ઝડપાયું જુગારધામ
આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંગઝડતીના રૂ. ૨૦,૪૦૦ અને જમીન દાવના રૂ. ૧૦,૮૦૦ મળી કુલ રૂ. ૩૧,૨૦૦ ની રોકડ રકમ, રૂ. ૧,૦૫,૦૦૦ ની કિંમતના ૧૨ મોબાઈલ ફોન તેમજ પત્તા-પાના અને લાઈટબિલ સહિત કુલ રૂ. ૧,૩૬,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં હિતેશભાઈ પટેલ, કૈલેશક બકોરીભાઈ પઢીયાર, ઉમેશભાઈ પટેલ, કુણાલ ઠાકોર, મુકેશભાઈ ઠાકોર, હસમુખભાઈ પરમાર, ચિરાગભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, રાકેશ જશીભાઈ પટેલ, પ્રીતેશ જગદીશભાઈ પટેલ, ચિરાગ કાંતીલાલ પ્રજાપતી અને રાજેન્દ્ર મોહનલાલ ઠક્કરનો સમાવેશ થાય છે. આ તમામ શખસો વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
#Factfindernews #makarpurapolice #gambling #Crime #arrestedVadodara