ગોધરા: વાવડી ખુર્દ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો કારની ટક્કરે ત્રણ યુવાનોના મોત,યુવકના સગા એ પ્રતિક્રિયા આપી
ગોધરા-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. ગોધરા નજીક આવેલા વાવડી ખુર્દ પાસે ના ચામુંડા હોટલ પાસે ઉભા રહેલ કાર ચાલકે ત્રણ યુવકોને અડફેટે લેતા ત્રણેય આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ગોધરાના વાવડી ખુર્દપાસે આવેલી ચામુંડા હોટલ નજીક મુખ્ય માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટી