સરદાર પટેલ યુનિવર્સિટી હેઠળ કાર્યરત એસ.પી.યુ.–એસ.એસ.આઈ.પી. નવાધારા એકમ ખાતે માસિક સમિતિ બેઠકમાં વિવિધ ઈનોવેટર દ્વારા રજૂ કરાયેલા કુલ ૮ પ્રોજેક્ટ્સનું નિષ્ણાત સમિતિ દ્વારા વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું. તેમાંથી ૫ પ્રૂફ-ઓફ-કોન્સેપ્ટ પ્રોજેક્ટ્સને કુલ રૂ. ૫,૯૭,૦૦૦ની આર્થિક સહાય સાથે બૌદ્ધિક સંપત્તિ અધિકાર સંબંધિત ૫ અરજીઓ મંજૂર કરવામાં આવી.