આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ખાણીપીણીના એકમો ખાતે આકસ્મિક તપાસણી હાથ ધરાઈ મનપાનો આરોગ્ય વિભાગ એક્શન મોડ માં
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સામરખા ચોકડી પાસેની હોટલ અંબર ખાતે આકસ્મિક તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી છે ઉપરાંત મહાનગરપાલિકામાં જરૂરી નોંધણી અંગેના આધાર ન હોવાને કારણે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.